NDRFમાં માતૃ શક્તિનો પ્રવેશ:વડોદરા બટાલિયન સાથે જોડાયેલા 600ના માનવબળમાં હવે 6 મહિલા બચાવકાર, કટોકટીના સંજોગોમાં પ્રસૂતિ કરાવી શકે છે - Alviramir

NDRFમાં માતૃ શક્તિનો પ્રવેશ:વડોદરા બટાલિયન સાથે જોડાયેલા 600ના માનવબળમાં હવે 6 મહિલા બચાવકાર, કટોકટીના સંજોગોમાં પ્રસૂતિ કરાવી શકે છે

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજપીપળા ખાતે મહિલા બચાવકર્મીઓની ટીમ.

  • ગુજરાતમાં NDRFએ બચાવકાર મહિલાઓને મેદાનમાં મોકલી હોય એવી પ્રથમ ઘટના

રાષ્ટ્રીય આપદા રાહત દળ એટલે કે NDRF અત્યાર સુધી મેલ ડોમીનેટેડ એટલે કે પુરુષોના આધિપત્ય વાળું દળ હતું. હવે એમાં માતૃ શક્તિનો પ્રવેશ થયો છે. જો કે હજુ સુધી આ દળમાં મહિલાઓની સીધી ભરતી થતી નથી. પણ અન્ય પુરુષ બચાવકારોની જેમ હવે આ દળમાં વાયા સી.આર.પી.એફ. મહીલા શક્તિને સ્થાન મળ્યું છે.

ગુજરાતમાં પ્રથમવાર રાજપીપળામાં મહિલા બચાવકાર મેદાનમાં ઉતરી
તે પ્રમાણે આ દળની વડોદરા ખાતેની બટાલિયન 6 માં,કુલ 600 જેટલા જવાનોમાં હવે મહિલા બચાવકારો સામેલ છે અને ખાસ વાત એ છે કે આ તમામ મહિલાઓ કટોકટીના સમયે પ્રસૂતિ કરાવવાનું કૌશલ્ય ધરાવે છે. વડોદરા બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમે જણાવ્યું કે આ પૈકી ૩ વિમેન રેસ્ક્યુર્સનો તાજેતરમાં રાજપીપળા મોકલવામાં આવેલા બચાવદળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ દળે બચાવકાર મહિલાઓને મેદાનમાં મોકલી હોય એવી આ પ્રથમ ઘટના હતી.

પ્રસુતી કરાવી શકે તે માટે ટ્રેનિંગ અપાઇ​​​​​​​
પૂર જેવી આફતો સમયે પાણીમાં ફસાયેલા લોકોમાં સગર્ભા મહિલાઓ પણ હોય છે અને આવી કટોકટીના સમયે કોઈને વેણ ઉપડે એ શક્યતાને ધ્યાનમાં રાખીને આ લોકોને” ચાઇલ્ડ બર્થ ઈન ઇમરજન્સી” ની આપવામાં આવેલી તાલીમ મૂંઝવણ ઉકેલી શકે છે.

મહિલા બચાવ દળ તમામ પ્રકારની ટ્રેનિંગથી સજ્જ.

મહિલા બચાવ દળ તમામ પ્રકારની ટ્રેનિંગથી સજ્જ.

CRPFમાંથી મહિલાઓને પ્રતિનિયુક્તિ પર મુકાઇ
અનુપમે વધુમાં જણાવ્યું કે મૂળ સી.આર.પી.એફ.માં ભરતી થયેલી આ બચાવકાર મહિલાઓ હાલમાં અમારે ત્યાં પ્રતિનિયુક્તિથી ફરજમાં જોડાઈ છે. એમને કટોકટીના સંજોગોમાં જાનમાલના બચાવની 19 સપ્તાહની સઘન તાલીમ આપવામાં આવી છે. જેમાં બાળ જન્મ અને પ્રાથમિક તબીબી સારવારનો સમાવેશ થાય છે.

તમામ પ્રકારની સ્થિતિમાં રાહત કાર્ય માટે સક્ષમ​​​
આ ઉપરાંત તેઓ જળ હોનારતો સમયે બચાવકાર્ય, પ્રાણીઓને ઉગારવા, દોરડા દ્વારા બચાવ, તૂટી પડેલી ઇમારતોના કાટમાળમાં શોધ કાર્ય તેમજ રાસાયણિક, જૈવિક, વિકિરણીય અને પરમાણુ કટોકટીમાં બચાવ જેવી વ્યાપક તાલીમ આપવામાં આવી છે. આ ઘટના ખૂબ શકવર્તી છે અને નિકટ ભવિષ્યમાં એન.ડી.આર.એફ.માં મહિલા શક્તિનું પ્રમાણ વધી શકે એવા સકારાત્મક સંકેત આપે છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment