ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ જાની એ કરી લીધી સગાઇ… તસવીરો આવી સામે… ગિફ્ટ માં આપ્યો…
નીતિન જાની ને આજે ગુજરાત માં કોઈ ઓળખતું ના હોઈ એવું ભાગ્ય એ જ બની શકે યુવાનો ના આદર્શ એવા નીતિન જાની ખજુરભાઈ આજે સગાઇ ના બંધન માં બંધાયા છે અને તેમના હમસફર મીનાક્ષી દવે છે જે માહિતી નીતિનભાઈ એ તેમના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર થી આપી છે
નીતિનભાઈ એ સગાઇ નો ફોટો શેર કરી પાર્ટનર કેપશન આપી મીનાક્ષી દવે ને ટેગ કર્યા છે લોકો એ કોમેન્ટ બોક્સ અભિનંદન થી છલકાવી દીધું છે તેમજ કોમેન્ટ માં નીતિન ભાઈ ને ખુબ આર્શીવાદ પણ અપાયા છે ફોટો માં જોડી ખુબ જ સરસ લાગી રહી છે તેમજ નીતિન ભાઈ એ તેમના હમસફર ને સગાઇ ની ભેટ તરીકે ખુબ જ મોંઘો આઈ ફોન 14 પ્રો ફોન પણ આપ્યો છે
નીતિન જાની નું મૂળ વતન સુરત છે, તે લોકો ને હસાવવાની સાથે સાથે સમાજ સેવાનું પણ ખુબજ મોટું કામ કરી રહ્યા છે. તેમણે કોરોના કાળ માં અને વાવાઝોડા જેવી કપરી પરિસ્થિતિ માં ઘણા બધા ગરીબ લોકો ની મદદ કરેલી છે, તેમજ જેમનું કોઈ નથી તેમની માટે ભગવાન બની ને નિસ્વાર્થ ભાવ એ લોકો ને ઘર બનાવી આપ્યા છે
નીતિન જાની કોરોના કાળ પેહલા માત્ર એક યુટ્યુબર તરીકે ઓળખાતા હતા. ત્યારે લોકડાઉન ની પરિસ્થિતિ માં ગોલાવાળા, પાણીપુરીવાળા, વગેરે જેવા નાના વેપારીઓ ને જોય ને નીતિન જાની ને સેવા કરવાનો વિચાર આવ્યો હતો. પછી તેમણે વૃદ્ધ લોકો ની સેવા કરવાનું કામ હાથ ધર્યું હતું. જોતજોતામાં તેમણે 200 થી વધુ ઘર બનાવી સમાજસેવક તરીકે એક મોટું નામ એવા નીતિન જાની ઊભરી આવ્યા તેથી તેમને ગુજરાતનાં સોનું સૂદ કેહવામાં આવે છે.
સોશિયલ મીડિયા ના મોટા એવા સ્ટાર તરીકે ઓળખાતા નીતિન જાની હવે મોટા સોશિયલ વર્કર તરીકે ઓળખાવા લાગ્યા છે. અને આજની પેઢી ના યુવા
નોને સમાજસેવા કરવાની પ્રેરણા આપી રહ્યા છે. નીતિન જાની દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ કુદરતી આફત આવે ત્યારે પીવાનું પાણીથી લઇ રાશ
ન સુધી અનાજ કીટ મળતી હોય છે પરંતુ લોકોને રહેવા માટે ઘરના ઘરની સમસ્યા યથાવત રહે છે લોકોની એ જ માંગ છે કે રહેવા માટે ઘર નથી તો અમારી ટીમ તાત્કાલિક અસરથી તેમને રહેવા માટે સુવિધા કરી આપશે. જેમાં ઘર ઉપર નળીયા અને છાપરા બાંધી રહેવા માટે ઘર બનાવી દેવાશે