OBC અનામતનો મામલો:પાટણના યુનિવર્સિટી રંગભવન હોલ ખાતે OBC બચાવો સંકલન સમિતિની બેઠક યોજાઈ, ભાજપ સરકાર પર કરાયા પ્રહાર - Alviramir

OBC અનામતનો મામલો:પાટણના યુનિવર્સિટી રંગભવન હોલ ખાતે OBC બચાવો સંકલન સમિતિની બેઠક યોજાઈ, ભાજપ સરકાર પર કરાયા પ્રહાર

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Meeting Of The OBC Bachao Coordination Committee Was Held At Rang Bhavan Hall, University Of Patan, Attacks Were Made On The BJP Government

પાટણ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • માધવસિંહ સોલંકી ની સરકારે અનામત મુદ્દે પોતાની સતા છોડી દીધી હતી : અમિત
  • ચાવડાભાજપ સરકારે શિક્ષણ અને નોકરીમાં અનામત નાબુદ કરી OBC અનામત દુર કરવાના ષડયંત્રની શરૂઆત કરી છે

OBC બચાવો સંકલન સમિતિની બેઠક રવીવાર નાં રોજ યુનિવર્સિટી નાં રંગભવન હોલ ખાતે ગુજરાત કોંગ્રેસ સમિતિ નાં પૂવૅ પ્રમુખ અમિતભાઈ ચાવડા અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.આ સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ભાઈ ચાવડાએ ભાજપ સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ગ્રામપંચાયત ની ચુંટણી માં 27 % અનામત નાબુદ કરવાનાં નિર્ણય ને શખત શબ્દોમાં વખોડી કાઢી જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ અનામત મુદ્દે પોતાની સતા છોડી દીધી હતી પરંતુ આ ભાજપ સરકાર ગુજરાતની 54% વસ્તી ધરાવતા OBC સમાજની અનામત દુર કરવાનું જે ષડયંત્ર રચ્યું છે તેમાં સરકાર પીછેહઠ નહીં કરે તો આગામી દિવસોમાં OBC સમાજ ભુપેન્દ્ર પટેલની સતા અને સરકાર છીનવી લેવાનો નિર્ધાર કર્યો હોવાનુ તેઓએ જણાવ્યું હતુ.

ભાજપ સરકાર દ્વારા OBC સમાજને રકમની ફાળવણી ન કરાતી હોવાનો આક્ષેપ
સાથે સાથે તેઓએ જણાવ્યું હતુ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી તેના આંકડા જાહેર કરી OBC સમાજ માટે 27% અનામત જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. તો ભાજપ સરકાર દ્વારા બજેટમાં OBC સમાજની 54% વસ્તી હોવા છતાં 1% પણ રકમ ફાળવવામાં ન આવતી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

આ બેઠકમાં ઉપસ્થિત રહેલા અન્ય રાજકીય, સામાજિક આગેવાનોએ પણ ભાજપ સરકાર પર અનામત મુદ્દે તેજાબી ચાબખા લગાવતા જણાવ્યું હતું કે ગુજરાત રાજયમાં 52 % OBC સમાજની વસ્તી છે ઉપરાંત એમા 146 થી વધુ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્ષોથી સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓમા અનામત બેઠકો વધારવા ઉપરાંત બજેટમાં રકમ વધારવા રજૂઆતો કરવા છતાં તેના માટે આ ભષ્ટ્રાચારી ભાજપ સરકાર તરફથી માંગણીઓ સ્વીકારવાને બદલે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માંથી OBC અનામત દૂર કરવાનો આદેશ કરેલ છે અને તેની શરૂઆત શિક્ષણ અને નોકરીઓમાં અનામત નાબૂદ કરવાના ષડયંત્રની કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment