PGVCL માટે માથાના દુખાવા સમાન:સૌરાષ્ટ્રનું પાટનગર વીજચોરીનું હબ, 3 મહિનામાં 73.64 કરોડમાંથી 16.60 કરોડની વીજચોરી એકલા રાજકોટમાંથી ઝડપાઇ - Alviramir

PGVCL માટે માથાના દુખાવા સમાન:સૌરાષ્ટ્રનું પાટનગર વીજચોરીનું હબ, 3 મહિનામાં 73.64 કરોડમાંથી 16.60 કરોડની વીજચોરી એકલા રાજકોટમાંથી ઝડપાઇ

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

આજથી રાજકોટ શહેરમાં ફરી વીજ ચેકિંગ ઝુંબેશ શરૂ

રાજકોટ શહેરમાં 20 દિવસ બાદ આજે ફરી PGVCL દ્વારા વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા સિટી સર્કલ 3 ડિવિઝન હેઠળ આવતા વાવડી, ખોખળદળ, માધાપર અને રૈયારોડ સબ ડિવઝન વિસ્તારમાં અલગ અલગ 46 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજચોરી રાજકોટમાં થતી હોવાથી PGVCL માટે વીજચોરીમાં રાજકોટ માથાના દુખાવા સમાન સાબિત થયું છે. પાછલા 3 મહિના દરમિયાન PGVCL દ્વારા સૌરાષ્ટ્રમાં કુલ 73.64 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં સૌથી વધુ 1660.51 લાખની વીજચોરી રાજકોટમાંથી ઝડપી પાડવામાં આવી છે.

આજે 46 ટીમ વીજ ચેકિંગમાં ઉતરી
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગિક એકમ બાદ આજે ફરી શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે રાજકોટ શહેરમાં વાવડી, ખોખળદળ, માધાપર અને રૈયા રોડ સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 46 ટીમ દ્વારા રસુલપરા, રામનગર, સોમનાથ સોસાયટી, મહમદીનગર, કૈલાશ પાર્ક, શિવધારા પાર્ક સહિત 25 જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં 11 KVના 5 ફીડર આવરી લેવામાં આવ્યા છે.

આજે શહેરમાં 46 ટીમ વીજ ચેકિંગ માટે ઉતરી.

આજે શહેરમાં 46 ટીમ વીજ ચેકિંગ માટે ઉતરી.

બે જ કારખાનામાંથી રૂ.118 લાખની વીજચોરી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણના કારણે ચાલુ માસ દરમિયાન વીજ ચેકિંગ થયું નહોતું. ત્યારે આજે 20 દિવસ બાદ ફરી શહેરમાં વીજ ચેકિંગની સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ માસ દરમિયાન PGVCL દ્વારા રાજકોટ રૂરલ સર્કલ ઓફિસ હેઠળ ગોંડલ ડિવિઝન ઓફિસ દ્વારા જુદા જુદા ઔદ્યોગિક અને કોમર્શિયલ વીજ જોડાણોની ચકાસણી કરતાં ચેકિંગ દરમિયાન ફક્ત બે જ કારખાનામાંથી રૂ.118 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી છે.

20 દિવસ બાદ ફરી વીજ ચેકિંગ હાથ ધરાયું.

20 દિવસ બાદ ફરી વીજ ચેકિંગ હાથ ધરાયું.

સૌરાષ્ટ્રમાં જૂનમાં 28.26 કરોડની વીજચોરી ઝડપાઇ
PGVCL દ્વારા જૂનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકિંગ દરમિયાન 83,221 વીજ જોડાણની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 10,127 કનેક્શનમાં 28.26 કરોડની ગેરરીતિ ઝડપાઇ છે. જેમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં 1293 ક્નેક્શનમાંથી 390.57 લાખ અને રાજકોટ ગ્રામ્યમાં 1057 ક્નેક્શનમાંથી 326.22 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં એપ્રિલ, મે અને જુનમાં 73.64 કરોડની વીજચોરી ઝડપાઇ

  • ​​​​​​​રાજકોટ શહેર- 3241 કનેક્શનમાંથી 851.32 લાખની વીજચોરી ઝડપાઇ
  • ​​​​​​​રાજકોટ ગ્રામ્ય- 1057 કનેક્શનમાંથી 326.22 લાખની વીજચોરી ઝડપાઇ
  • ​​​​​​​મોરબી- 1860 કનેક્શનમાંથી 470.22 લાખની વીજચોરી ઝડપાઇ
  • ​​​​​​​પોરબંદર- 3654 કનેક્શનમાંથી 462.59 લાખની વીજચોરી ઝડપાઇ
  • ​​​​​​​જામનગર- 3309 કનેક્શનમાંથી 877.92 લાખની વીજચોરી ઝડપાઇ
  • ભુજ- 1201 કનેક્શનમાંથી 443.52 લાખની વીજચોરી ઝડપાઇ
  • ​​​​​​​અંજાર- 1547 કનેક્શનમાંથી 567.10 લાખની વીજચોરી ઝડપાઇ
  • ​​​​​​​જૂનાગઢ- 2921 કનેક્શનમાંથી 402.65 લાખની વીજચોરી ઝડપાઇ
  • ​​​​​​​અમરેલી- 307 કનેક્શનમાંથી 627.26 લાખની વીજચોરી ઝડપાઇ
  • ​​​​​​​બોટાદ- 1863 કનેક્શનમાંથી 418.27 લાખની વીજચોરી ઝડપાઇ
  • ​​​​​​​ભાવનગર- 2976 કનેક્શનમાંથી 946.35 લાખની વીજચોરી ઝડપાઇ
  • ​​​​​​​સુરેન્દ્રનગર- 2005 કનેક્શનમાંથી 488.53 લાખની વીજચોરી ઝડપાઇ

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment