PM નિવેદનનો વિરોધ:PM મોદીના "રેવડી" વાળા નિવેદન મામલે મહેસાણા AAPનો વિરોધ, પોલીસે 30 કાર્યકર્તાઓની અટકાયત કરી - Alviramir

PM નિવેદનનો વિરોધ:PM મોદીના "રેવડી" વાળા નિવેદન મામલે મહેસાણા AAPનો વિરોધ, પોલીસે 30 કાર્યકર્તાઓની અટકાયત કરી

મહેસાણાએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • મહેસાણા તોરણવાળી ચોક થી ફુવારા થઈ રેલી યોજી વિરોધ કર્યો હતો

વડાપ્રધાન મોદી દ્વારા દેશમાં મફતની રેવડી વેંચીને વોટ મેળવવાનું કલ્ચર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ઘણો જ ઘાતક છે આ રેવડી કલ્ચરથી દેશના લોકો સાવધ રહેવાની જરૂર છે તેવા નિવેદનોને લઈને આજે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહેસાણામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

100 જેટલા કાર્યકરો રેલીમાં જોડાયા
મહેસાણા શહેરમાં આમ આદમી પાર્ટીએ આજે તોરણવાડી માતા ચોકથી ફુવારા થઈ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં ” ભાજપ હમશે ડરતી હે પુલીસ કો આગે કરતી હે” ના સૂત્રોચ્ચાર કરી ” રેવડી” વાળા નિવેદન પર વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ રેલીમાં 100 જેટલા કાર્યકરો જોડાયા હતા.

30 કાર્યકરોની અટકાયત કરી પોલીસે મુખ્ય દરવાજા બંધ કરી દીધા
મહેસાણા એ ડિવિઝન પોલીસે મહેસાણા શહેર આમ આદમી પાર્ટીના કાર્યકરોને અટકાયત કરી પોલીસ મથક લઇ આવી હતી. જ્યાં આગળ પોલીસે 30 કેટલા કાર્યકરોની અટકાયત કરી હતી બાદમાં એ ડિવિઝન પોલીસ મથકનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment