અત્યારના તાજા સમાચાર/શાળા-કોલેજ શિક્ષણવિભાગ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં વિતેલા 24 કલાકમાં નવા 7 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,34,274 પર પહોંચી ગઇ છે. વધુ 2 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,33,459 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં એક પણ દર્દી દાખલ નથી
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 58 પર પહોંચી છે. હાલમાં હોસ્પિટલોમાં એક પણ દર્દી દાખલ નથી. હાલમાં શહેરમાં 30 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં ગોત્રી, બાપોદ, ગાજરાવાડી, માંજલપુર અને દિવાળીપુરા વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ગત 24 કલાકમાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 2, પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 1 અને દક્ષિણ ઝોનમાં 1 કેસ નોંધાયા હતા.

Updated: June 8, 2022 — 7:22 am

Leave a Reply

Your email address will not be published.